🌳ગંગા નીકળે🌳
ડૉ.સત્યમબારોટ
ગાલગા ગાલગા ગાલગા ગાલગા
માનવી માનવીને હૃદયથી મળે,.
તો જ ગંગા ખરી પ્રેમની નીકળે.
જો તને શબ્દને ચાખતાં આવડે,.
ભીતરે રામ સાક્ષાત આવી ભળે.
માર તારા અહમના બધાં રાવણો,.
તો જ ભીતર દિવાળી ખરી ઝળહળે.
જો મળી જાય એ એકલી જાત તો,.
સત્યનું એક ઝરણું સદા ખળખળે.
આ હૃદયની કથા ધ્યાનથી સાંભળે,.
તો તને મોક્ષ પણ કાયમીનો મળે.
ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳
No comments:
Post a Comment