*ગઝલ/ દર્શન કરી આંખો મળી*
કૂંપળો ફૂટી હતી એ તો બધી ગઈ છે બળી.
લાખ કોશિશ મેં કરી પણ ના ખીલી એકે કળી.
દેહ મારો જર્જરિત થઇ ખાટલે તડપે છતાં,
કેટલી તાજી નવી ઈચ્છા ફરીથી સળવળી!
મેં જીવનને માણવાનું જ્યાં હજી ચાલુ કર્યું,
જિંદગીની સાંજ મારી ભર બપોરે ગઈ ઢળી.
કોઈ જાદુઈ તમે માથે ધર્યું છત્તર મને,
જે સદા માથે રહેતી એ બધી ઘાતો ટળી.
આયખાભરનો ઝૂરાપો થઇ ગયો પળમાં મિલન,
અંત વેળા આપના દર્શન કરી આંખો મળી.
*પીયૂષ ચાવડા*
No comments:
Post a Comment