તૈયાર છે
ફૂલ ખીલ્યાં છે અને એ મહેકવા તૈયાર છે
ડાળ ઉપર મોરલો પણ નાચવા તૈયાર છે
કોઈ જોઈ તો જુઓ કૂંપળ ફૂટી છે કે નહીં?
એક પંખી ડાળ પરથી ચહેકવા તૈયાર છે
સાખ પૂરવા આવજો જંગલ તણી કોરટ મહીં
એક હણાયલ વૃક્ષ ફરિયાદી થવા તૈયાર છે!
ક્યારનું યે તરફડે છે આસમાનો આંબવા
પીંજરું ખોલો કે પંખી ઉડવા તૈયાર છે!
દ્વાર ખુલ્લાં જોઈને આવી ગયા છો પણ હરિ
જીવ બાવન બારી ખોલીને જવા તૈયાર છે!
- હરિ શુક્લ
૧૭-૦૫-૨૦૧૬ / ૦૨-૦૬-૨૦૧૮
# સૂચનોની અપેક્ષા
No comments:
Post a Comment