ઓઝલ થઈ કરાની માફક ઝરણ થવાનું,
ખળખળ વહેતુ ઠંડું પાણી ગરમ થવાનું.
રસ્તે મળ્યો ટપોરી પૂછે છે ક્યાં જવાનું?
લાગ્યું મને કે આજે મારું હરણ થવાનું.
ક્યાં ભૂલથી હજી તું ભૂલાય છે જરા પણ,
યાદો મહીં હવે તો તારું મનન થવાનું.
મીઠાશ આ નદીની દરિયો જ પી ગયો છે,
આવું ભલા નદીથી ક્યાં લગ સહન થવાનું?
સજ્જન થઈ બધાંને પ્રેમે નમી જવાનું,
સાચી નમાઝ એ છે મનથી સરળ થવાનું.
*કાજલ કાંજિયા "ફિઝા"*
*(ગાગાલગા લગાગા ગાગાલગા લગાગા)*
No comments:
Post a Comment