Saturday, 9 June 2018

ગીત

🌳🌳મેઘારાજા(ગીત)🌳🌳
ડૉ.સત્યમબારોટ

આંબલિયાની ઝૂલીશું ડાળ,
લેંબરિઓની ઝૂલીશું ડાળ.
આવો આવો રે સરકાર,
ધરતીનો કરોં રે શણગાર,.
મેઘારાજા હેત વરસાય. 🌳

તરસ્યા કોયલના મલકાટ,.
સુના સ્અ્ આ નદીયોના ઘાટ.
હરણાંની ચાલ રે હુકાય,
મોરલાનો કેંકારો બુઝાય,.
મેઘારાજા હેત વરસાય.🌧

બુલબુલ જુઅ સ્અ્ રે વાટ,.
કર્ સ્અ્ આ પપીહો કકળાટ.
ડુંગરામાં ઝર અ્ છ્અ રે આગ,.
ઝરણાં રિસાયો રે રાજ.
મેઘારાજા હેત વરસાય.⛈

ચુંદડીમાં રણ પેંઠું રાજ,.
કમખામાં આગ ઝર્ અ્ રાજ.
ડેલીયું સજાવી છ્અ્ નાથ,.
રણમાં રંગ ભરોં રાજ.
મેઘારાજા હેત વરસાય.🌦

સરવર સુકાયોં રે રાજ,.
બળી ગઇ હંસલાની પૉંખ.
સુની રાતો ડંખ્અ્ રાજ,.
ગઢ મન ખાવા આવ્અ આજ.
મેઘારાજા હેત વરસાય.🌴

ઑંખમાં ડમરીઓનાં રાજ,.
દલડામાં દવ લાગ્યો આજ.
ધરતીનો કરો કંઇ વિચાર,.
ચકલાં ધૂળમાં સ્અ્ નૉંય.
મેઘારાજા હેત વરસાય.🌱

ઉંબર્ અ્ ઊભી જોવું વાટ,.
ભવોભવની કરશું રે વાત.
ચુંદડી ઓઢું તમારી આજ,.
હેતના લણીશું રે પાક.
મેઘારાજા હેત વરસાય.🌲

ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

🌳મારે,ઝાડ થવું છે🌳
ડૉ.સત્યમબારોટ

ઝાડવાંની માયા લાગી રે,.
મારે પ્રભુ ઝાડ થવું છે.
ઋષિ મુનીને દેવો મહાદેવો,.
ઝાડના એ ઉરમાં વસ્યા રે.

પશુ પંખીનું સાચું એ ધામ છે,.
ધરતીની શાન છે, પાણીનું ગામ છે.
હરિ તારાં નામ ઘણાં રે,
મારે પ્રભુ ઝાડ થવું છે.

છોડમાં વસ્યો મારો રાજા રણછોડ છે,.
કણકણમાં નાચતો ચિત્તડાનો ચોર છે.
ઝાડના એ દેવ બન્યાં રે,.
મારે પ્રભુ ઝાડ થવું છે.

સૃષ્ટિમાં રોજ નવાં રંગો ભરે છે,.
સૃષ્ટિને રોજ નવાં વેશ ધરે છે.
સૃષ્ટિની શોભા માટે રે.,
મારે પ્રભુ ઝાડ થવું છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment