Saturday, 9 June 2018

ગઝલ

🌳🌳🌳છોકરી🌳🌳
ડૉ.સત્યમબારોટ

એક છોકરી પરણે ત્યારે કેવું થાય,.
જાણે આખા ગામનું હૃદય હડિયો દોટા ખાય.

ધરતીનું પણ અમી ત્યારે અશ્રુ થઇને ગાય,.
ખેતર પાદરમાં એ વ્હેતાં શ્વાસો ઓછાં થાય.

ભીતર ભીતર રડતું પેલું લીલું લીલું ઘાસ,.
ગાય ભેંસના દૂધમાં પાછું ફીક્કુ ફિક્કુ ગાય.

ડુંગર ના પણ આંસુ ત્યારે રેત નદીઓ થાય,.
છલકાતો એ દરિયો રણનાં ભેખ ધરીને ગાય.

નથી ખીલતાં લીલાં લીલાં ધાન અહિયાં આજ,.
દીકરી જેવું ક્યાં ગયું એ રૂ ભરેલ કપાસ.

પાક મીઠાં એ કશું નથી, છે દીકરીની યાદ,.
ગામ આખું લણી રહ્યું છે, છોકરીઓનાં વ્હાલ.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳
[6/8, 4:48 PM] Satym Barot New: 🌳🌳વૃક્ષો🌳🌳
ડૉ.સત્યમબારોટ

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

વૃક્ષો થકી છે જિંદગી વૃક્ષો થકી છે રોશની,.
વૃક્ષો થકી છે બંદગી, વૃક્ષો થકી છે આરતી.

વૃક્ષો થકી તો ફૂલ છે, વૃક્ષો થકી છે ફળ બધાં,.
વૃક્ષો થકી ધરતી અને આકાશની છે પ્રીતડી.

છાયા મહી આ ઝાડની કેવાં રમે છે બાળકો,.
જાણે ધરાને દેવતાએ પ્રેમમાં ઘેલી કરી.

પંખી બધાં ભેગાં મળી આરામ ઝૂલા ખાય છે,.
છાયા અહીં આ ઝાડની કુદરત બની હરખાય છે.

જેણે બનાવ્યાં ઝાડને એ દેવતા દિલદાર છે,.
હે ઝાડના પાલક પિતા તારો ઘણો ઉપકાર છે.

તું બીજમાં, તું ફૂલમાં, તું ફળ મહીનો સાર છે,.
તું પાનમાં, તું મૂળમાં તારા થકી આ ઠાઠ છે.

તારા થકી તો બાગ-વન ગીતો મજાનાં ગાય છે,.
તારા થકી આ ખેતરોને સીમનો શણગાર છે.

ડૉ.સત્યમબારોટ

🌳🌳🌳🌳🌳🌳🌳🌳

🌳🌳કેટલાં ફેરા થયાં🌳🌳
ડૉ.સત્યમબારોટ

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

તારા બનાવેલાં બધાં માટી મહી મેલા થયા,.
રાજા અને રંકો અહીં ઠેબે ચડી ઢેફા થયાં.

જેને મળે તારા થકી આ જિંદગીમાં આશરો,.
એ માનવી તો ક્યારનાયે પ્રેમમાં ઘેલાં થયાં.

આ નાત જાતોનાં બધાં ટંટા હવે શા કામનાં,.
મૌલા અને બાવા બધાં એ વાતમાં ભેળાં થયાં.

રોઝા કરો કે ના કરો નક્કી બધાનાં મોત છે,.
શું કામ આ લોકો અહીં ટોળે વળી ભેગાં થયાં.

આકા બધાં આવે છતાં શૈતાન તો જાતો નથી,.
ઇન્સાનને વ્હેચી બધાં શૈતાનના ચેલા થયાં.

મુલ્લા બની આજે ધરમનો, ચોર કરતાં ફેસલો,.
અમને કહો અલ્લા હવે ધારા બધે એવા થયા.

શબ્દો અને જીવન બધાથી એટલાં નોખાં થયાં,.
નાટક કરીને માનવીનાં કેટલાં ફેરા થયાં.

ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳

🌳🌳🌳વૃક્ષો🌳🌳🌳
ડૉ.સત્યમબારોટ
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા

વૃક્ષો થકી છે જિદગીને કાયમીનો આશરો,.
આ ઝાડ જેવાં કામ કરતાં પુણ્યથી જીવન ભરો.

વૃક્ષો થકી તો ફળ બધાને, ચાખવા મીઠાં મળે,.
વૃક્ષો થકી માતા ધરાને, પ્રેમનાં ફૂલો ધરો.

બાળક બધાં ભેગાં મળીને, રોજ ઝૂલા ખાય છે,.
શોભી ઉઠે છે બાળકોના, ગાનથી આ પાદરો.

પંખી બધાં ભેગાં મળીને, પ્રેમ માળો ગૂંથતાં,.
છે ઝાડવાં ની પ્રેમનગરી, ઝાડથી શાને ડરો.

જેણે બનાવ્યાં ઝાડ આવાં, દેવ એ દિલદાર છે,.
ઉપકાર કરનારા તરૂને, પ્રેમ જળથી છાવરો.

છે બીજમાં જે ફૂલમાં એ, ફળ મહી નો સાર છે,.
વૃક્ષો સદા જીવન બનીને, શ્વાસ આપે છે ખરો.

વૃક્ષો થકી ગીતો મજાનાં, રોજ ધરતી ગાય છે,.
માણસ બનીને જિદગીને, ઝાડ માટે વાપરો.

ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment