Tuesday, 12 June 2018

અછાંદસ

ચહેરા પર અનેક મોહરા લગાવી
આ માણસ બહુરૂપી થઇ પછતાયો.
રંગમંચ પર પાત્રો અનેક ભજવી
ગોતવા ખુદને એ હવે ખૂબ  મુંઝાયો.
વધી ગયો છે ખૂબ મેક અપ લાગે
આ અરિસે પણ એ ન હવે કળાયો.
પાણીદાર સબંધોમાં કરી ગયો એ નાટક
પછી થાય શું? ઝાંઝવું બની છળાયો.
ધૃતરાષ્ટ્ર બની જોઇ રહ્યો એ મહાભારત
મરી પરવાર્યું સઘળું પછી ખૂબ અકળાયો.
સમયનું ચક્ર ચાલતું ગયું રૂપ એ નવાં ધરતો ગયો
પછી થાય શું? હર રૂપે "નીલ " આ બહુરૂપી માનવ અથડાયો.

રચના:નિલેશ બગથરિયા
             "નીલ "

No comments:

Post a Comment