Tuesday, 12 June 2018

ગઝલ

ચાલ પૂરી થઈ નમાજ અહીં ,
મારો મેં સાંભળ્યો અવાજ અહીં .

માત્ર છોડું નહીં  મિજાજ અહીં ,
હા પરત દઇ શકું છું તાજ અહીં .

એક હૈયે કરું છું  રાજ અહીં ,
અન્ય ચીંધો ન કામકાજ અહીં .

ફક્ત દેખાય એ જ થાક નથી ,
કોઈ ભીતરથી આવે વાજ અહીં .

ઘાવ તારા બધે બતાવ નહીં ,
દર્દનો એ સરળ ઈલાજ અહીં .

--- ગૌરાંગ ઠાકર.

No comments:

Post a Comment