ટકોરા મારતી જિંદગીનું કશું નક્કી નથી
છે ઘડી બે ઘડી સમયનું અહીં નક્કી નથી
બાંધેલ બોલ ક્યારે છટકી પડે નક્કી નથી
નાદાન આ હ્દય ક્યારે ધડકી પડે નક્કી નથી
હતાં એ આંસુઓ રોકાયેલા જે પ્રસંગે
ક્યાંક બની વહેણ એ સરકી પડે નક્કી નથી
ભીનાશ સંબંધો તણી હતી જે દબાયેલી
ખુલીને ફુલોની જેમ મહેકી પડે નક્કી નથી
ચાલવાને હજારો છે અહીં મારગ ખુલ્લા
કાયમ અહીં માનવી ભટકી પડે નક્કી નથી
દિવસો જવાના આમ પણ છે બેખબર
આ મોત પણ સામે વળગી પડે નક્કી નથી
વિરમ ગઢવી
બાડા(કરછ)
No comments:
Post a Comment