આજનો શબ્દ : અલૌકિક
હું
આ ધરતીવાસી જીવ
અને તું
ભવ્યાતિભવ્ય મંદિરોમાં શોભતી મૂર્તિ
તારા રેશમી પચરંગી વાઘા ને,
મારું ફાટેલું થીગડાવાળું ફ્રૉક
તને મળવા લોકોનો મેળો
ને મારો હાલ પૂછનાર કોઈ નથી
તને ખબર છે?
જ્યારે તને છપ્પન ભોગ ધરાવે
ત્યારે...
દૂર...દૂર... દૂર....
એની સુગંધ લેવા અને મળે તો
કંઈક ખાવા ભીડમાં ધક્કા ખાતી હું,
જ્યારે તારી શોભાયાત્રા જોઉ
ત્યારે મને મારા મા-બાપની
સ્મશાનયાત્રા યાદ આવે
કારણ....
હાથલારીમાં બંનેને સુવાડી
એમને મુક્તિધામે મોકલ્યા હતા.
અને તારા રથનું દોરડું ઝાલવા
કેટલી પડાપડી!
કહે છે તું અલૌકિક છે, ગગનવાસી છે
એમ કર........
તારું સરનામું મોકલ,
હવે હુંય અહી એકલી છું
ઝટ તારી પાસે આવું
કારણ ત્યા બહુ ભીડ નથી
તેથી તુ મને જોઈ શકુ
ત્યાં મારા મા બાપુની કાળજી લેજે
કારણ..... તુ તો અલૌકીક છે.....
-બિનલ પટેલ 'મીરાં'
No comments:
Post a Comment