લીમડો
રોપ્યો ઘરના આંગણામાં
નાનકડો લીમડો એક નાનકડા કુંડામાં મેં વાવ્યો.
અને પછી રોજ સવારે એને પાણી પાતા પાતા
એક નાનુસુ પાન જો એના પર વધેલું દેખાય
મારા રોમ રોમમાં વ્યાપેલો આનંદ હોઠ પર હરખાય
એજ કારણે એને કઢીમાં નાખવા મારો જીવ કચવાય.
વિચારું છું... હું એજ છું ?
લારીમાંથી મફત મળતો મીઠો લીમડો ખૂબ માંગી લાવતી
દાળ કઢીમાં દોથે દોથે નાખતી
કેટલોય ફેકતી, સુકવતી... કદર જ નહોતી કરતી?
આજે કેમ બદલાઈ ગઈ?
જણેલા બાળકની જેમ એનું જતન કરતી થઈ એટલે!!
સપના શાહ
No comments:
Post a Comment