થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો..
ધોધમાર ચોમાસુ આંગણે ઉભુ ને સાવ આ રીતે ક્યો છો કે,"આવો"
થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો
છલકાતી વાદળીને સ્ક્વેરફુટ માપીને આમ જ ક્હેવાનુ, "વરસાવો"
થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો
સારા નસીબ છે
તે સામે ચાલીને આવા અવસર ભીંજાવાનાં આવ્યા
બાકી તો આપશ્રીએ વાંછટની જગ્યાએ આંખ્યુમાં તડકા ત્રોફાવ્યા...
વિજળી ચમકે ને વળી વાદળ ગર્જે ને તમે ત્યારે પણ ક્યો છો ? "સમજાવો"
થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો...
ઝાંકળ,ઝરણું કે એક નાનકડી લ્હેરખી શું ?
અંતરથી આવકાર્યા કોઇને ?
વાદળ પણ બાર ગાઉ છેટા ભાગે છે આવો બુંધીયાળ પડછાયો જોઇને
ઉપરથી નોટીસ ફટકારી કહો છો ‘નહી વરસ્યા’ ના કારણ દર્શાવો...
થોડું ચહેરા પર સ્માઇલ તો લાવો
~~~કૃષ્ણ દવે
Tuesday, 12 June 2018
ગઝલ
Labels:
કૃષ્ણ દવે
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment