રોજે ચહેરા પર ચહેરા ખૂબ લગાવ્યા
ખોટી આ ઓળખનો હવે બહિષ્કાર કરો.
ફાવી ગયું રમત રમવાનું સૌની સાથે
લાગણીઓના દુરુપયોગનો હવે બહિષ્કાર કરો.
પરાણે હસવું પડે બને છે ઘણીવાર
આ ખોખલા નાટકનો હવે બહિષ્કાર કરો.
વજન ખુદનો પેદા કરવો જરૂરી હોય છે
આ ઉછીની હવાનો હવે બહિષ્કાર કરો.
માણસ તરીકેનું ધડતર અગર કરી ન શકે
આ કેળવણી સધળીનો બહિષ્કાર કરો.
ઉતરી જાવ ખુદમાં "નીલ " ઇશને જાણવા
આ કહેવાતી ધાર્મિક ભીડનો હવે બહિષ્કાર કરો.
રચના:નિલેશ બગથરિયા
"નીલ "
રાણપર
તા.ભાણવડ
જિ.દેવભૂમિ દ્વારકા
No comments:
Post a Comment