Tuesday, 12 June 2018

ગઝલ

શું આ તારો ધારદાર આત્મવિશ્વાસ જ છે ?
જો હા હોય તો અસર છે તારી આ નજરમાં

હર જવાબ છે તારા જ હર એક સવાલ મહીં
તારી નફરતમાંય લાગણી છૂપી છે અસરમાં

પ્રેમની કસોટી થઇ જીવનના રણવગડામાં
મળ્યા મૃગજળના આ ઝરણાં સામે તરસમાં

ખોવાવું ખાલીપામાં ખુદને અકબંધ રાખી
ને પછી ફેલાવું બંધ આંખે એકલું અંનતમાં

લાગણીનાં વહેણમાં એમ ખેંચી ગયા મુજને
જિંદગી જ દીધી નવી ડૂબાડી પ્રેમ પ્રવાહમાં

હવે ઉગરવાનો આરો ગોતું ક્યાં હું મઝધારે?
જ્યારથી ખોવાયો હું કોઈના નૈન સાગરમાં

ફેંદી વળ્યો સાત સાત સમંદર સુખ-શોધમાં
ને ગીત સુરીલું ઉઠ્યું ગમગીનીની ગાગરમાં

સારેગમ પાર પહોંચ્યો મનખો નીરવતામાં
ને રણકાર આ કેવો ખામોશીના ઝાંઝરમાં

ભાર આ "પરમ" રૂદિયાનો થયો નિર્ભાર હવે
એક અનુભવે મુજને કર્યો "પાગલ"પળવારમાં

ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

No comments:

Post a Comment