મલમને અડકતા ઘણી વાર લાગી,
આ દર્દોને મટતા ઘણી વાર લાગી.
બધે વીજળી ગઈ તો દીવો મળ્યો છે,
આ દીવો પ્રગટતા ઘણી વાર લાગી.
નથી મળતું ક્યારેય ગમતું એ કિરદાર,
આ નાટક ભજવતા ઘણી વાર લાગી.
ગમ્યું જે નજરને, એ સપનું હતું બસ,
આ આંખોને ખુલતા ઘણી વાર લાગી.
હજી થોડું સમજ્યો ત્યાં પૂરું થઈ ગ્યું,
આ જીવન સમજતા ઘણી વાર લાગી.
ડો.સુજ્ઞેષ પરમાર 'તન્હા'
No comments:
Post a Comment