હજી મનમાં નારાજી છે!
ઘણું ક્હેવાનું બાકી છે.
મથાવે પેટ માણસને,
નઠારું, એ જ પાપી છે.
નહીં ખીલે ચમન ત્યાં,જ્યાં
વિચારોમાં જ ખામી છે.
નયન તારા પ્રણયનું ઘર,
અસર તેની જ વ્યાપી છે.
"ફિઝા"તારી વ્યથા ઝીણી,
ચહેરે કોણે વાંચી છે!
*કાજલ કાંજિયા "ફિઝા"*
*લગાગાગા લગાગાગા*
No comments:
Post a Comment