ખુશ્બૂની જેમ મને પણ તું ફૂલનો હિસ્સો કર
અસ્તિત્વનો અંતરંગ અવિભાજ્ય કિસ્સો કર
તારા સત્સંગથી મને હિફાજતથી ઘસી ઘસી
મુજ પત્થર ને તું ચમકદાર ને લીસ્સો કર
મારી અસલી જાતને હું જોઈ શકું તારી સામે
મારા ઝમીર સાથે આંખ મેળવું એવો અરીસો કર
અંતિમ શ્વાસ સુધી વજૂદ મારું રહે અડીખમ
જજબાતો મહીં જીવન જીવવાનો એવો ઠસ્સો ભર
એક"પરમ"શાશ્વતના શાસનમાં રહું સદા લીન
રહે અખંડ"પાગલ"પન કાયમ એવો જુસ્સો ભર
ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)
No comments:
Post a Comment