Tuesday, 5 June 2018

ગીત

शाम-ए-महेफिल !

અજબ મિલાવટ કરી
ચિતારે રંગ પ્યાલીઓ ભરી !

એક લસરકે ઊગી નીકળ્યાં
જંગલ જંગલ ઝાડ ;
ટપકે ટપકે ફૂટી નીકળ્યા
ધરતીપટથી પ્હાડ !
ઘટ્ટ નીલિમા નરી.   
ચિતારે રંગ પ્યાલીઓ ભરી !

જરાક ખંખેરી પીંછી ત્યાં
ફૂલને લાગી છાંટ ;
ફૂંક મારતાં ફેલાયા શા
સાગર સાત અફાટ !
જલરંગે જલપરી !
ચિતારે રંગપ્યાલીઓ ભરી !

લૂછતા વાદળ પોતે ઉઘડ્યા
ઈન્દ્રધનુના રંગ ;
રંગરંગમાં લીલા નિજની
નીરખે થઈને દંગ !
ચીતરે ફરી ફરી !
ચિતારે રંગપ્યાલીઓ ભરી !

 – જયન્ત પાઠક

No comments:

Post a Comment