Tuesday, 5 June 2018

અછાંદસ

*શ્રૃંગારગ/સજાવટ*

આદમકદના આઈના સામે
અઢળક પ્રસાધનો..
શણગારની સામગ્રી સાથે..
આવી ઉભી ..
તેની પાપણ પર અટકેલ મોતી
ગાલોની સુરખી..
ગુલાબી હોઠ ..
આ ગૌર અંગ..
કોઈ શણગારનું કયાં મોહતાજ હતું
અનુપમ રૂપ આમે
અપ્સરા પણ ઝાંખી પડે..
આંખ બંધ કરી
એક ઉડો શ્વાસ લીધો..
એક એક શણગાર સજતી ગઈ
હાથોની મહેંદી જોઈ હસતી'તી
શ્રૃંગાર કરી..શણગાર સજી
આઈનામાં જોયું..
કશુંક ખુટતું હતું..
હાથ આવી કંકુની ડબ્બી..
હાથ લંબાવ્યો
સેંથો પુરવા...
ત્યાં ઝબકીને જાગી
આંખ ખોલી ...
નજર આઈને પડી
શ્વેત વસ્ત્રો જોઈ
નજર દિવાર પર પડી
છબીમાં મઠયો હસતો ચહેરોને
લાલ ગુલાબનો હાર
અને બંધ તુટ્યો..
પાપણે અટકેલ મોતી..
બસ સરતા રહ્યાં
અનરાધાર વર્ષા બની..
આ શ્રૃંગાર.. આ સજાવટ..
બધુંય હવે વ્યર્થ..

"કાજલ"
કિરણ પિયુષ શાહ
૦૫/૦૬/૧૮

No comments:

Post a Comment