Tuesday, 5 June 2018

ગીત

🌳🌳કુળદીપક(ગીત)🌳🌳
ડૉ.સત્યમબારોટ

ઝાડ મારા છે કુળનો દીપક,.
ઝાડનું છે બહુમાન.
ઝાડ થકી તો ધરતી આખી,
સ્વર્ગ બની લહેરાય.  🌴

છાંયો આપે ઈંધણ આપે,
આપે ફળનું દાન.
આવાં ભોળાં ઝાડવાં ઉપર,.
કરવત કેમ મૂકાય.  🌱

ઝાડની ડાળે પંખી કેવાં,.
મીઠાં ગીતો ગાય.
નાનાં મોટા બાળકો સૌ,
ડાળીએ ઝૂલા ખાય. 🍃

ડૉ.સત્યમબારોટ
🌳🌳🌳🌳🌳🌳🌳🌳

No comments:

Post a Comment