Wednesday, 6 June 2018

ગીત

  હુતો સાવજડાનો છોરુ.
          લાગે પેટે રાડ તો પવન વેગે દોડુ.
પડ્યુ મોત માર્ગે સાથે એના મુખ ના મારુ જોડુ .
             હુતો સાવજડાનો છોરુ
ત્રાડ નાખી વન આખુ રોડુ.
            જાય ભાગી નવ આખા છોરુ.
કેસરીયા કેસ લઇ પવન જપાટે દોડુ.
            પાડી શિકાર મારો ઉભો ઉભો મુછ મરોડુ.
હુતો સાવજડાનો છોરુ.
              ધનધોર વનમાં ભલભલાને પછાડુ.
પંજે મારા રાડ નાખી ધરા આખી ખસાડુ.
            વનરાવનનો રાજ હુ રજવાડાનો તાજ હું.
વનકેરી લાજ હું.
            હુતો સાવજડાનો છોરુ.

              (હિત બારોટ)

No comments:

Post a Comment