🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
થેલો ભરીને
થેલાનો ભાર લઈ કાંધ પર નિશાળે ઠલવાતું જાશે;
રીક્ષા,સ્કૂટર,સાયકલને પગલાંનું ધમધમતું થાશે.
'બાય મોમ' પાપાને 'ટાટા' હોય શબ્દમાં સપનાંથી ખીસ્સું છલકાશે;
રસ્તા પર હોંહોંની વચ્ચે રહી ડ્રાઈવરને હવાલે ફૂલડું ખડકાશે.
ગમતિલું રમતિલું લાઈનસર શૈશવિયું કેમ્પસમાં ધલવલતું થાશે.
થેલાનો ભાર લઈ કાંધ પર...
કોરી કટ્ પાટીની મસ્તીને બીબાંમાં ઢાળીને સમથળવું કરતા;
રંગરંગ પતંગિયાં લેશનને નિયમમાં એક જાત પહેરીને ફરતાં.
હૈયામાં ધગધગતું ભાવ ઝરણ ઠીંગરાઈને થથરતું ગાશે.
થેલાનો ભાર લઈ કાંધ પર....
ડૉ. ભાવેશ જેતપરિયા
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
No comments:
Post a Comment