Tuesday, 5 June 2018

ગઝલ

આ સૂર્યકિરણનું ઝાકળના પ્રેમમાં પડવું સાવ છળ હોય
ને અંધારાનું પડછાયાના પ્રેમમાં પડવું પણ સાવ છળ હોય

રૂહનું વલણ આ હવાની લહેરખીઓ જેવું અસ્તિત્વમાં
ને એ એને એમ સમજે કે કદાચ આ પણ સાવ છળ હોય

તારી યાદોના રણમાં હાંફતી બે શ્વાસો વચ્ચે એક અમર આશ
મિલનની ક્ષિતિજે એ પણ ઝાંઝવા જેવું જ સાવ છળ હોય

એ આવ્યા છે એવો એક ભાસ આ ધુંધલકામાં મને સતત
મારા જ આયનામાં મારા જ અક્સ જેવું પણ સાવ છળ હોય

હવે તો ક્યાં કોઈ ફરિયાદ રહી મને એના નામની"પરમ"
ને એના"પાગલ"અફસાનામાં મારું હોવું પણ સાવ છળ હોય

- ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

ઘરમાં ખીલેલા ગુલાબ રાખો
જીવવાનો એવો રૂઆબ રાખો

ખૂશ્બુ બનીને ફેલાવું જ હોય
તો પંખૂડીઓમાં પરાગ રાખો

કોઈની આંખોમાં દેખાય તરસ
તો આંખોમાં થોડી શરાબ રાખો

એક વાદળીને વરસવું જ પડે
વલણમાં એવું સરાબ રાખો

સદા સુખનું મૂલ્ય સમજવા
સહજ સ્મિતમાં અજાબ રાખો

"પરમ"હાર પચાવતા પહેલા
ભીતર"પાગલ"કસાબ રાખો

ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ)

No comments:

Post a Comment