Tuesday, 12 June 2018

અછાંદસ

મૃદુ ટેરવા રોકી ના શક્યા,
વહી રહેલ આંસુઓને,
ઝીલ્યા....ખોબામાં,
આંસુ ગરક થયા,હથેળીમાં..
ભાગ્યની આ રેખાઓમાં ઉભર્યો 
ડૂસકાઓનો દરિયો.
ડૂબ્યા નહીં કહું,
સમાયા આંસુઓ,
ભાગ્યની રેખાઓના દરિયામાં
ઊંડો દરિયા સરખો
નિસાસો જ બાકી રહ્યો

યોગેશ વ્યાસ
15.10.17

No comments:

Post a Comment