અમે મનમોજી,
અમે મનમોજી,
વરસવુ હોય તો વરસીએ,
નહીતર રહીએ કોરાધાકોર...
કરવી હોયતો કરજો ફરીયાદ,
ઇદ્ર ક્યાં કરે છે મહીને પગાર...
અમે મનમોજી,
અમે મનમોજી,
ઈજારો નથી કોઈ ખેતર, નદીનો,
કે નથી મંડાણે મુકાણા કાવડીએ
નામ તો લખતા જ નહી આકાશે,
વિજળી પાસે ક્યાં હોય છે ફતવા..
અમે મનમોજી,
અમે મનમોજી,
કોરી જમીને ઉતારા કરવાના,
ને ઉતારશો સોસરા કુંવા તળાવે,
વાદળ છીએ અમે વરસાદના,
ગમશે તો રહીશુ આ વરસમાં...
અમે મનમોજી,
અમે મનમોજી...
...પુનીત સરખેડી
Tuesday, 12 June 2018
અછાંદસ
Labels:
પુનિત સરેખડી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment