Thursday, 7 June 2018

અછાંદસ

નજરથી ભરમાવશો નહીં
તૂટેલાને ઠોકર આપશો નહીં.
આ ખોરડું ખમી શકશે ના ઘા
હવે ટકોર બારણે આપશો નહીં.
હસવાનું કોઇ કારણ બચ્યું નથી
હવે સસ્મિત ઉત્તર આપશો નહીં.
તપવાની આદત પડી ગઇ છે હવે
ભીનું કોઈ તારણ આપશો નહીં .
ફાટી ગયેલું છે જીવતરનું લૂગડું
શમણું સોય દોરાનું આપશો નહીં.
ટેવાઇ જવાયું એકલતાથી પૂરૂ પછી
"નીલ " સુંવાળા સંગાથનું શમણું આપશો નહીં.
ખમી ખમીને ધા જર્જરિત આ ઇમારતને
રીનોવેશનની રાહ હવે આપશો નહીં.

રચના:નિલેશ બગથરિયા
              "નીલ "

No comments:

Post a Comment