Tuesday, 12 June 2018

ગઝલ

બંધ બાજી ખેલવાની છે મજા ભૈ છે મજા.
જીતમાં પણ હારવાની છે મજા ભૈ છે મજા.

જીંદગીની દોડમાં અવરોધ છોને આવતાં,
રાહ પર અે ચાલવાની છે  મજા ભૈ છે મજા.

પાંખ સંગે માપતું પંખી ગગન ઊંચુ ભલે,
આભ, શમણે આંબવાની છે મજા ભૈ છે મજા.

રોજ મળવાની મજા,પણ રાત કોઈ તો સનમ,
યાદમાં પણ જાગવાની છે મજા ભૈ છે મજા.

મોત તો બસ આવવાનું જીંદગી સાથે અરે,
અે મરણ પળ માણવાની છે મજા ભૈ છે મજા.
                નિરંજન શાહ 'નીર'

No comments:

Post a Comment