બંધન
મારું છટકવાનું કારણ છે બંધન
રોજ મરવાનું, કારણ છે બંધન.
આ રંગભૂમિ પર તમાશો છે સંબંધ,
ને ઝુરાપો જીંદગીભરનો ક્રંદન
અહીં મૃગજળ જેવા સઘળા ઘંઘ
ઈચ્છાના તાપણાં જેવા છે બંધન.
છેડા વગર અપેક્ષાઓનો અધિકાર છે
ને ખાટું ખારું થયું મનનો આવકાર છે.
એક સંબંધ ને, અનેક છે બંધન,
હું ચાહું, હર બંધનથી હવે પામું મુક્તિ.
કાવ્યાલ્પ
અલ્પા વસા
No comments:
Post a Comment