Tuesday, 16 October 2018

ગીત

વગડાને આવ્યા છે આંસુ,
મારુ ક્યાં ખોવાયું  ચોમાસું.

ધબ ધબ ધબકે છે લીલી નસોમાં ઓલી પાનખર અંધારી રાતે,
ડગલે ને પગલે એને રેતી દઝાડે પેલો વાયરો માને છે ક્યાં કોઈ વાતે,
જીવતરની સાવ આ સુકકી વેળામા મારે હૈયે વાગે છે કેવી ફાંસુ,
મારુ ક્યાં ખોવાયું  ચોમાસું.

લીલો અજવાશ મારો, લીલેરી પ્યાસ પછી રહી જાશે ખાલી શમણાંમાં,
ટ્હુકા પંખીના  ને ઝાકળના ઝુમખા તો  કેટલુ જીવશે પછી ભ્રમણામાં,
ઝંખનાઓ કૂંપળની ચાંચે ભરીને મારે મરવાનું આમ સાવ પ્યાસું ,
મારુ ક્યાં ખોવાયું  ચોમાસું.

વાદળીયુ રોજ રોજ ડૂસકાં ભરીને પછી ફાટ ફાટ વ્હેતી'તી આભે ,
દરિયો ભુખાળવો  બધી નદીયુ પી ગ્યો  હું તો થીગડું તે કેમ મારું ગાભે,
સુર્ય આવીને પાછો તીખારો ચાંપે હું કેમ કરી બારણાને  વાસુ,
મારુ ક્યાં ખોવાયું  ચોમાસું.

શૈલેષ પંડ્યા.... નિશેષ

No comments:

Post a Comment