Tuesday, 16 October 2018

ગીત

છે શરમના શેરડાની વાત ...

ધરતીમાં ઉગ્યું છે લીલેરું ઘાસ અને ક્ષિતિજે મળવાની આશ ..
ધરતી અને આભનો આમતો મેળ કોઈ નહિ પણ વરસીને આપે ઉપહાર
                                      છે શરમના શેરડાની વાત ..

સલોની સાંજ અને બાંકડો ઝગમઘે ફૂલો વેરાયાની વાત ..
રાત અને રાણીનો સહિયારો સંપ અને ફોરમ વેરાય ચોપાસ ..
                                        છે શરમના શેરડાની વાત

મનગમતી નાર અને ગાલે એના ખંજન છે આંખોથી હસવાની વાત..
આમ જુઓ  તો મનના આ મેળ બધા તો ય ખેલ કેવા રચાય સંગાથ ..
                                         છે શરમના શેરડાની વાત ...

પ્રેમમાં ડૂબી જવું અને પ્રેમમાં તરી જવું છે વસંત અને પાનખરની વાત
આમ જુવો તો મૂળ એનું એ જ છે મોસમ બદલાયાની વાત
                                          છે શરમના શેરડાની વાત

અસ્મિતા

No comments:

Post a Comment