Tuesday, 16 October 2018

ગીત

ફુગ્ગાવાળો આવ્યો... ફુગ્ગાવાળો આવ્યો....
          લાલ પીળો ભૂરો ગુલાબી સતરંગી રંગ લાવ્યો

           ફુગ્ગાવાળો આવ્યો... ફુગ્ગાવાળો આવ્યો....
           રંગબેરંગી...રંગબેરંગી ...ફુગ્ગા લઈને આવ્યો

           મોઢું બનાવી ,મોઢું ફુલાવી કંઇ કેટલા ચાળા કરતો
           નાના-મોટા સહુ બાળને કાંખમાં લઈને ફરતો

           લઇ લે ભઈલા લાલ આ તારો બેની તારો પીળો
           રંગ રૂપ જુદા જુદા હું હવા એક જ ભરતો

           ફુગ્ગાવાળો આવ્યો... ફુગ્ગાવાળો આવ્યો....

          નયન નાચે ..ઊર્મિ નાચે ...ભાવના નાચે ..સાથ
           ફુગ્ગાવાળો ફુગ્ગો ફુલાવી રૂપિયા કમાતો આજ

           રૂપિયા કમાઈ ફુગ્ગાવાળો પેટીયું રળતો રોજ
           સૌ બાળને શીખ દઈને  આશિષ દેતો રોજ

          નાના મોટા બાળ મારા સૌ કહયલું મારું કરજો
           ઉડે રોજ સંપના ગુલાલ કામ એવા સૌ કરજો

           ફુગ્ગાવાળો આવ્યો ...ફુગ્ગાવાળો આવ્યો.

           અસ્મિતા

No comments:

Post a Comment