Sunday, 28 October 2018

ગઝલ

હરિયો વિસનગરમાં

હરિયો ખુશખુશાલ અમસ્તો!
હરિયો દુઃખ મહીં પણ હસતો!

જેની સાથે લડેલો એને
હરિયો દઈ આવ્યો ગુલદસ્તો!

સોના જેવા સંબંધ નંદવી
હરિયો કેમ કથીરને કસતો?

મંઝિલને મૂંઝવણ થઈ ગઈ કે
હરિયો શોધી શકશે શું રસ્તો?

મળશે કેમ કરી તમને એ?
હરિયો ૨૦ નગરમાં વસતો!

- હરિહર શુક્લ "હરિ"
  ૨૦૧૬ / ૨૭-૧૦-૨૦૧૮

No comments:

Post a Comment