*🌹ગઝલ 🌹*
*(ગાલગાગા×3+ગાલગા)*
*માત્ર ધનથી કોઈને સુંદર જીવન મળતું નથી,*
*માત્ર ધનથી મળતું સુખ લાંબો સમય ટકતું નથી.*
*ઓળખું છું માણસોમાં જીવતા ભગવાનને,*
*પથ્થરોને પૂજવાનું એટલે ગમતું નથી.*
*દીકરીને કારણે અજવાળું છે ચોક્કસપણે,*
*મારું ઘર બેકાર બલ્બો દ્વારા ઝળહળતું નથી.*
*પાંચ દી મત માટે કેવા કરગરે શેતાન સૌ!*
*મેળવી ખુરશી પ્રજાને કોઈ ઓળખતું નથી.*
*જાનથી પ્યારી સનમ હાજર નથી એથી હશે,*
*આજ સાલું મયકશીમાં ખાસ કૈં વળતું નથી.*
*ધમપછાડા ડૉક્ટરો છોને ગમે તેવા કરે,*
*કાળ આવ્યે મોત અંબાણીનું પણ ટળતું નથી.*
*દિલને દાદાગીરી ખાસ્સી શીખવાડી 'ઉત્સવે',*
*એથી ચીલાચાલુ ગઝલો લખતાં આવડતું નથી.*
*~યોગેશ સામાણી 'ઉત્સવ', પોરબંદર.*
No comments:
Post a Comment