*દોસ્તો! મારા મગજમાં કાંઈ ઊતરતું નથી,*
*ને મને એનાં વગર તો કાંઇપણ ગમતું નથી.*
*જિંદગીને શાનથી સૌ જીવવા માંગે અહીં,*
*કષ્ટ ખુદને આપવાનું કામ કો કરતું નથી.*
*પ્રેમ જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં માનવો ટોળે વળે,*
*પ્રેમ જ્યાં ના હોય ત્યાં તો કોઇપણ નમતું નથી.*
*એવું તો શું થઇ ગયું છે આજનાં લોકોને પણ,*
*કોઇપણ કોઈની દિલની વાત સાંભળતું નથી.*
*સાત સાગર જેવી હિંમત દીધી છે ભગવાને તો,*
*જાત પર વિશ્વાસ કરતા કેમ આવડતું નથી.*
*-ઉમેશ તામસે 'ધબકાર',*
*વ્યારા (તાપી)*
No comments:
Post a Comment