Sunday, 28 October 2018

ગઝલ

વેદનાઓ સંગ બસ યારી કરી છે.
રાત અંધારી સદ‍ા પ્યારી કરી છે.

આમ આપીને કસમ બસ બાંધશો ના,
મેં પણ તો ચાહત અે અલગારી કરી છે.

રાત આખી સ્વપ્નને હું વાવતો જયાં,
આજ મેં અે આંખને કયારી કરી છે.

આંચકો હૈયું સહી પણ ના શક્યું જે,
બસ તમે અે વાત અણધારી કરી છે.

આવ જા ભીતર કરે યાદો તમારી,
'નીર', દિલમાં અેક તો બારી કરી છે.

            નિરંજન શાહ 'નીર'

No comments:

Post a Comment