Sunday, 28 October 2018

ગઝલ

ક્યાં કહું છું એ નથી હટતું તોય પડતું નથી;
એમ ખુદ અંધકાર ને લાગે હવે ગળતું નથી.

સાવ ઢગલો થઇ જવાયું કો' કહી શકતું નથી;
હા હશે કોને મદદ  કરશેએ પણ જડતું નથી.

હું જ અર્પણ હું જ દર્પણ, હું જ તર્પણ બનું
ચાહમાં  ચાહત નથી તો એટલે ગમતું નથી

દિલના દર્દો જુઓ કેમે કોઈ દિ ઘટતા મળે
આંખમાંથી આંસુઓ પણ દર્દ કરગરતું નથી

ના મને કૈં પૂછ, એકે ઉતર નહીં એ આવડે;
જીવતરને કેમ જીવું છું એજ આવડતું નથી.
                            નેણશી મીઠિયા ભૂજ

No comments:

Post a Comment