Sunday, 14 October 2018

અછાંદસ

મળે જગે માણસ માણસને
પળે પળ તહેવાર જેવું લાગે છે.
ભલો કરે જુઓહમેંશા ભલાઇ
એને આ વહેવાર જેવું લાગે છે.
મળે પોતાનાથી ઘાવ જ્યારે
રૂઝાય નહીં એવા વાર જેવું લાગે છે.
વિના મોબાઈલ મળે અગર લોક
ચોક્કસ એક પરિવાર જેવું લાગે છે.
પડે શમણાં અગર કદી સાચાં જો
જીવતર આ વહેલી સવાર જેવું લાગે છે.
વિના મહોરે મળ્યો એક માણસ આજ
વાતવરણ સમાજનું આરપાર જેવું  લાગે છે.
થઇને ઘાયલ "નીલ" સમયસર મલમ મળ્યો
સાચેજ હવે રૂડી સારવાર જેવું લાગે છે.

રચના: નિલેશ બગથરિયા
               "નીલ "

No comments:

Post a Comment