ગઝલ / 14 -10 - 18 /
ગાલગાગા ગાલગાગા ગાલગા
--------------------------------------------------------------------
દુશ્મનીમાં પણ ન અંતર જોઈએ,
સામનો સામે બરાબર જોઇએ.
એક ઘા ને તેર ટુકડા હોય બસ,
ઝંખના યુધ્ધે એ સધ્ધર જોઇએ,
કાં નમાવે શીશ શરણાગત થઈ,
કાં તો કાતિલ એક ખંજર જોઇએ .
જ્યાં કટારીએ કરે ના કામ ત્યાં,
દે કરી બેહોશ, અત્તર જોઇએ.
ફાંસવું તો વ્યુહ ને ચાતુર્યથી,
બુધ્ધિપૂર્વકની જ ટક્કર જોઇએ.
કેટલાએ પેંતરા સંગ્રામના,
હાથે ગોફણ એક પથ્થર જોઇએ.
જો ક્વચિત સપડાઇ જાઓ જંગમાં,
ભેદવા એ, જાળ સત્તર જોઇએ.
-------------હેમા ઠક્કર "મસ્ત"
No comments:
Post a Comment