Gujarati Abhinav Shahitya Sabha - By ♡ Dr. Bhavesh Jetpariya and Dhanesh Makvana
જિંદગીની ભાત ગોતું, માનવી છું જાત ગોતું;
પામવા એને ક્ષણે ક્ષણ, એમની સોગાત ગોતું; આમ, નાનો માનવી છું, તોય મોટી વાત ગોતું;
છું અબુધ હું સાવ જોને, પ્રેમની એ નાત ગોતું;
દર્દ આપી ને દઝાડો, આપનારો દાત ગોતું..!!
- પંકજ ગોસ્વામી
No comments:
Post a Comment