Sunday, 28 October 2018

ગઝલ

અધૂરી સમજણ અધૂરી વાત છે!
કેમ કે આવી મિલનની રાત છે!
છે સફેદી પર વધુ આરોપ આ!
ભળેલા એમાંય રંગો સાત છે!
ભલે લલકાર્યા કરે દુખો મને!
પહોંચવાની આપણી તાકાત છે!
આપતાં અચકાય નહીં ક્યારે ય મન!
એટલી તો આપણી ઑકાત છે!
કોઈ નહીં લે ઝૂંટવી અસબાબ આ!
આંસુઓ ની માતબર સોગાત છે!
બગીચાને વસવસો છે કેમ કે!
ફૂલ નહીં કાંટા ઉપર પણ ઘાત છે!
જીંદગી ને રમાડું છું હાથ માં!
મોતને આપેલ જબરી મ્હાત છે!
માહિતી મારી નથી વિશેષ કંઈ!
હું છું "રશ્મિ" કવિ મારી જાત છે!
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ"

No comments:

Post a Comment