Sunday, 28 October 2018

ગઝલ

મેજ મારી જાતને એ રીતથી મારી હતી
ફૂલને અત્તર થવાની આજ તૈયારી હતી

કોણ જાણે કોણ ફૂંકી જાય છે વારે ઘડી
મેં નહીતર તો ગઝલને ક્યારની ઠારી હતી

  આગવી રંગત હતી એના ઝરૂખે રોજની
તાકતા રહેતા હતા સૌ બંધ એ બારી હતી
       
જ્યાં લગી નમતું હતું ત્યાં લગ નમાવ્યું શીશને
આખરે ઇશ્વરની સામે હાક લલકારી હતી

જીંદગી તો સાવ સીધી રીતથી ચાલી ગયી
જે હતી એ અંત વેળાએ મગજમારી હતી
                    
  એ કશું બોલ્યા નહીં વર્ષો પછી મળવા છતાં
ક્યાંક એની આંખમાં આજે સમજદારી હતી
         
    રાકેશ પટેલ"તરસ"

No comments:

Post a Comment