ક્યાં કહું છું જિંદગી માં કંઈ નથી!
મેં તને પણ વાત ક્યારે કહી નથી!
કેમ પામે ઘાટ એ સુંદર ભલા!
એરણે જેણે હથોડી સહી નથી!
છે ભલે કોરી ઘણા દીવસો સૂધી!
આંખ શું ભીની ય ક્યારે થઈ નથી!
બે ય કાંઠે લીલપે ટહૂકો કર્યો!
આ નદી આજે ભલે ને વહી નથી!
કેટલી સુગંધ એની શ્વાસ માં!
સ્મૃતિઓ લીલી ભલે તે અહીં નથી!
સાથ છે "રશ્મિ" નથી વેપાર આ!
સ્પષ્ટ છે દિલ દૂધ કે ભૈ દહીં નથી!
-ડૉ.રમેશ ભટ્ટ"રશ્મિ".
No comments:
Post a Comment