Sunday, 24 March 2019

ગઝલ

જીવતરને કાપવાનું બંધ કર,
આ દગા ઓ ઢાંકવાનું બંધ કર.

હા ફકીરી જેમ જીવવાની મજા,
શ્વાસને તું સાંધવાનું બંધ કર.

તે તળીયાએ અમારા લઈ લીધા,
તું હવે લ્યા માપવાનું બંધ કર.

શેખચલ્લી જેમ કાં ભમ્યા કરે?
સ્વપ્નમાં ઘર બાંધવાનું બંધ કર.

ફૂલ છે ટાંકી અને લાંબી સફર,
બેસ પાછળ પૂછવાનું બંધ કર.

તું અહીં થી નીકળી જા હવે,
જિંદગીમાં રાચવાનું બંધ કર.

कुछ लम्हे तो बहोत अच्छे हैं यहाँ,
આડું અવળું તાકવાનું બંધ કર.

થાય છે તોફાન ભીતર જોઈજા
આમ દિલમાં આવવાનું બંધ કર.

તારું નાટક જોઈ લીધું બેવફા,
આંસુ ખોટા સારવાનું બંધ કર.

સાદગી 'આભાસ'માં કાયમ રહી,
તું કબર શણગારવાનું બંધ કર.

-આભાસ

No comments:

Post a Comment