Sunday, 24 March 2019

ગઝલ

છું ભલે જેવો હવે તોખાર છું,
આગ,આશુંને હવે અંગાર છું.

તું ઢળકતી ઢેલ થૈ આવી ચડે,
હું અમાસી રાતનો જ્યાં મોર છું.

આભમાં  નનું જરી હું વાદળું,
તું મને  ઝીલે  હું નેવાધાર  છું.

આંખમાં ઉજાગરો છે યાદનો,
હું સનમથી સાત દરિયા પાર છું.

આંખ,કાજળ,ગાલને આ હોઠ પણ,
ક્યાં  છુપાવું પ્રેમને ? જાહેર છું.

           કુબાવત ઘનશ્યામ

No comments:

Post a Comment