આજનો શબ્દ *બંધન*
*રબારણ*
*આડંબ છોડી તું શરમનું રબારણ !*
*શોધ મળવાનું તું બહાનું રબારણ !*
*બંધન તોડી સમાજનું તું આવજે !*
*સાંભળ ના કોઈનું કહેવું રબારણ !*
*ચુડી કંકણ તારે રણકતું રબારણ !*
*અંગે ઓપતું તને ઘરેણું રબારણ !*
*ઓઢણ તારે કાળી કોરનું રબારણ !*
*બાંધેલ કમખું કેવુ કોસનું રબારણ !*
*ગોરહું માથે દહીં દુધનું રબારણ !*
*જમણ રૂડુ ખાજાં ખીરનું રબારણ !*
*રાઘવ જોવે સપનું તારુ રબારણ !*
*તારા ભવોભવના સાથનું રબારણ !*
- રાઘવ વઢિયારી
(રઘુ શિવાભાઈ રબારી રાધનપુર)
No comments:
Post a Comment