રહી રહીને આમ
વહી રહી છે આંખો
ખબર નૈ શું?
કહી રહી છે આંખો
ઝાડેઝાડે પાંદેપાંદે
ડાળેડાળેને... વનવગડામાં
તને ક્યાં ક્યાં.......
શોધી રહી છે આંખો
નદીના તટને
સમંદરની તરંગને
હવાની લહેરને
ખબરનૈ સૌને....
શું શું!
પૂછી રહી છે આંખો.
કાજલ કાંજિયા 'ફિઝા'
No comments:
Post a Comment