જાત સળગાવી અને ઊભા થયા,
મોત પલટાવી અને ઊભા થયા.
લ્યો હિસાબો આપણા પૂરા કિધા,
પાપ સળગાવી અને ઊભા થયા.
કેટલી હિંમત કરી છે પ્રેમની,
હોઠ મલકાવી અને ઊભા થયા.
ફેંસલો બાકી રહી ગયો જિંદગી,
લોક ભરમાવી અને ઊભા થયા.
વાત 'આભાસ'ની ના થઈ સહન,
દાંત કકડાવી અને ઊભા થયા.
-આભાસ
No comments:
Post a Comment