ગઝલ...
ભીતો ઉપર તિરાડ તો વરસો પછી પણ એ જ છે,
ફુલોની ફરતે વાડ તો વરસો પછી પણ એ જ છે.
બદલી ગયા છે વિહગો, બદલ્યા ટહુકા કાયમી,
પણ આંગણામા ઝાડ તો વરસો પછી પણ એ જ છે.
ઘરડા થયા બાપુ અને ઘરડી થઇ ગઇ માં છતા,
મુસીબતોના પ્હાડ તો વરસો પછી પણ એ જ છે
પાછો ફરીને ગામડે, ખખડાવુ તો જાગી ઉઠે,
બાકી જો બંધ કમાડ તો વરસો પછી પણ એ જ છે
બારી મહીથી જોયુ મે, બારી તરફ ત્યા જ્હાનુ પણ,
પડદો બનીને આડ તો વરસો પછી પણ એ જ છે.
- દિપક મહિડા 'દર્પણ'
No comments:
Post a Comment