Tuesday, 11 October 2016

ગઝલ

ગઝલ....

શ્વાસની આડે પળો ભીતો ઉચી ચણતી હતી,
ને યુવાની યાદની મોસમ નવી લણતી હતી.

એટલુ જાણ્યા પછી હુ કેટલો બદલી ગયો,
કે અમારા ક્લાસમા મારી સનમ ભણતી હતી.

પર્ણના વિન્યાસને નીહાળતી'તી એમ એ,
ડાળ પર જોડાઈ જ્વા જાણે કળી મથતી હતી.

જાણવા એવુ મળ્યુ છે, કે બધાયે ક્લાસમા,
એક એવી છોકરી છે, સૌને જે ગમતી હતી..

- દિપક મહિડા 'દર્પણ'

No comments:

Post a Comment