Tuesday, 11 October 2016

ગીત


અમથું તમથું શબ્દે
             ડૉ. ભાવેશ જેતપરિયા

શબ્દ આનો તેનો આવો તેવો કહેતા ફરવું
વસ્તર ચૂકાં પાતર વાંકાં કૂખે કાણું ધરવું

તું બોલે તો તોરો હું બોલું એ મારો લમણા ઝીકું કરી
આ સારો આ ખોટો આપણ વાદે વંઠી કોરી ધમણ ધરી
બોલ્યું બાફ્યું સો કોઈ જોતા ભીંતર ખોલી ચીંધ્યા કરવું
શબ્દ આનો તેનો આવો તેવો કહેતા ફરવું......

હાંફેલાની છટકે સમજો બરછી માનો ભાલા સનનન થાય વહેતા
બીજ સમ ઊગે મૂળિયું ભોમાં ભેદી મંથન ફૂટે નભમાં વહેતા
દશમે પાને પૂગે પંચમ ગાવાની લૂલીમાં લવકી ભીના ભાવે ખરવું
શબ્દ આનો તેનો આવો તેવો કહેતા ફરવું....

લગરીક વાયુના હીલોળે તડતડ ઊગ્યા અંદરના પરપોટા
લાગણિયુંના રેલે છૂપ્યા ઝરમર ઘેલા ધુમ્મસ દલના ગોટા
તંતુ તારે શબદ ઘર જાવા લગભગ મૂંગા પડખે જઈને ઠરવું
શબ્દ આનો તેનો આવો તેવો કહેતા ફરવું........

    ( મોરબી જિલ્લા સાહિત્ય વર્તુળ )

No comments:

Post a Comment